મુંબઈ: અમેરિકામાં મંદીના ભણકારા સાથે ખાડી યુદ્ધના સંકેતો થી અમેરિકન સ્ટૉક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ છે.
સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે આજે બ્લેક મંડે સાબિત થયો છે. જ્યાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો ત્યાં બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક ધરાશાયી થઇ ગયા. બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ આજે 80000 ની નીચે થઈ હતી. લગભગ 2400 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારબા બજાર ખુલતાં જ રિકવરી દેખાઈ અને 1000 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી.
પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ સીધો 2400 પોઈન્ટના કડાકા સાથે 78580ના લૉ લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે રિકવરી બાદ તે હાલમાં 79600 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 500થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. તે હાલમાં 440 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહી છે.
Reporter: admin