News Portal...

Breaking News :

ભાજપનું આખું રાજકારણ, અયોધ્યાનું રાજકારણ હતું : રાહુલ

2024-07-06 16:25:58
ભાજપનું આખું રાજકારણ, અયોધ્યાનું રાજકારણ હતું : રાહુલ


અમદાવાદ : કોંગ્રેસ ભવન બહાર થયેલી પથ્થરમારાની ઘટના બાદ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી ઓફિસ તોડી એમ અમે તેમની (મોદી )સરકાર તોડીશું.તેમણે કહ્યું કે, સંસદમાં મારી બાજુમાં અયોધ્યાના એમપી બેસે છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનના છે. મેં તેમને પૂછ્યું કે એક વાત સમજાવો કે, ભાજપનું આખું રાજકારણ, અયોધ્યાનું રાજકારણ હતું. તેમણે મને જવાબ આપ્યો કે, મને છ મહિના પહેલા જાણ થઇ ગઇ હતી કે હું અયોધ્યાથી લડીશ. ત્યારે મને એ પણ ખબર હતી કે ઇન્ડિયા ગઠબંધન અયોધ્યાથી જીતવા જઇ રહ્યું છે. મેં પૂછ્યું કે તમને કેવી રીતે ખબર? તેમણે કહ્યું કે, હું જ્યારે અયોધ્યાના લોકોની સાથે વાત કરતો તો ત્યાંના લોકો મને બે-ત્રણ વસ્તુ કહેતા હતા. 


ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આવવા એરપોર્ટથી રવાના થયા છે. અહીં તેઓ રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત થઈ હતી.ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી,હવે કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું,તેમ રાહુલ ગાંધી એ જણાવ્યું હતું. તેમજ મોદીનો ફુગ્ગો ફૂટી ગયો તેમ ઉમેરી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે,ભાજપનું આખું રાજકારણ, અયોધ્યાનું રાજકારણ હતું. તમે મને સમજાવો કે શું થયું? તેમણે રામમંદિરનું ઉદ્ધાટન કર્યું અને ઇન્ડિયા ગઠબંધન અયોધ્યામાં ચૂંટણી જીતી ગયું.

Reporter: News Plus

Related Post