અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવમી એપ્રિલે આયોજિત કાર્યક્રમમાં નવકાર મંત્રનું મહત્ત્વ સમજાવતું ભાષણ આપ્યું હતું, પરંતુ ભાજપના નેતાઓને જ નવકાર મહા મંત્રનો મહિમા તો દૂર, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ફરક પણ ખબર નથી.

દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી થઇ રહી છે. દેશભરના નેતાઓ અને હસ્તીઓ X પર મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા સહિત ભાજપના અનેક નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા પાઠવીને ભાંગરો વાટ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાઈરલ થઈ જતા જૈન સમાજમાં ચર્ચા હતી કે, આઘાતજનક વાત છે કે આપણા નેતાઓને ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ભેદ પણ ખબર નથી. જો કે, આ ભાંગરો વાટ્યાનું ખબર પડતા કેટલાક નેતાઓએ ભગવાન મહાવીરનો ફોટો મૂકીને ભૂલ સુધારી લીધી હતી.
Reporter: admin