વડોદરા : ધારાસભ્ય કેયુર રોક્ડયાએ સભા અંગે પ્રતિક્રિયા આપી હતી કે, વિશ્વામિત્રી નદીના સર્વે બાદ દબાણ તોડીશું. કોંગ્રેસે ભૂખી કાંસ ઉપર બાંધકામોને મંજૂરી આપી હતી.
તેમજ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે, મારી જમીનમાં રસ્તો કાઢવા સરકારે વાંધા અરજી મંગાવતા કોઈએ વાંધો ઉઠાવ્યો નથી, જમીનનું ધોવાણ અટકાવવા બનાવેલ ઓટલા જાતે તોડી પાડ્યા છે. કોંગ્રેસના નેતાનો સામે ગેરકાયદે બંગલો છે તે અંગે કોંગ્રેસ ચૂપ.
જયારે વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કહ્યું કે,ભાજપ પોતે દબાણ કરી તોડી રહ્યું છે. ભાજપ સરકાર ઝોનફેર કરી રહ્યું છે. પોતાની છબી ન ખરડાય તેનું ભાજપ ધ્યાન આપી રહ્યું છે. ભૂખી કાંસના દબાણ હોય તો તોડી નાખો.બાંધકામ પરવાનગી આપનાર અધિકારીઓને સસ્પેન્ડ કરો.
Reporter: admin