News Portal...

Breaking News :

વાઘોડિયા ખંઘા રોડ પર રવાલના બાઈક ચાલકનુ હિટ એન્ડ રનની ઘટનામા મોત, અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી

2024-12-23 17:24:22
વાઘોડિયા ખંઘા રોડ પર રવાલના બાઈક ચાલકનુ હિટ એન્ડ રનની ઘટનામા મોત, અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી


વડોદરા જિલ્લા ના વાઘોડિયા તાલુકા ના ખંઘા રોડપર આવેલ આર આર કેબલ પાસે મોડિ રાતે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે બાઈક સવારનુ મોત નિપજાવી ફરાર થતા અજાણ્યા વાહન સામે વાઘોડિયા પોલીસે હિટ એન્ડ રન નો ગુનો નોંઘી સીસીટીવીની મદદથી અકસ્માત સર્જનાર ચાલકની શોઘખોડ હાથ ઘરી છે 


વાઘોડિયા તાલુકાના રવાલ ગામના 26 વર્ષીય યુવાન સંજયભાઈ મકવાના મોડિરાતે કામ પતાવી પરત પોતાના ગામ રવાલ તરફ બાઈક લઈ જતા હતા ત્યારે ખંઘા રોડપર આરઆર કેબલ કંપની પાસે હિટ એન્ડ રનનો ભોગ બન્યો હતા.અજાન્યા વાહને બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવાર રોડ પર પટકાયો હતો, જેમા યુવકને મા઼થાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહિ લુહાણ બન્યો હતો.યુવકને સારવાર મડે તે પહેલાજ લોહિના ખાબોચીયામા તરફડીયા મારતા રાહદારી ઘ્વારા 108 ને કોલ કરાતા સારવાર મડે તે પહેલાજ 108 ના ડૉક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. 


ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા તેવો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ઘરતા મૃતક યુવક રવાલ ગામનો સંજય મકવાણા હોવાની ઓળખ થઈ હતી.પોલીસે ઘટના અંગે પરિવારને જાણ કરતા તાત્કાલિક પરિવાર ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. મૃતકની પત્ની તેના પિયર પ્રસૃતી માટે ગઈ છે યુવક દોઢ મહિનાના સંતાનના પિતા હતો.યુવકના મોતથી પરીવારે આક્રંદ મચાવતા વાતાવરણ ગમગીની ભર્યુ બન્યુ હતુ.જોકે ઘટના સ્થળેથી પસાર થતા અન્ય એક બાઈક સવારે આઈસર ટેમ્પાએ અકસ્માત સર્જી ફરાર થયા અંગેની મૌખીક માહિતી પરીવારને આપી હતી. વા઼ઘોડિયા પોલીસે મૃતકને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી બાઈક ચાલકનુ મોત નિપજાવનાર અજાણ્યા વાહનને ઝડપી પાડવા આસપાસના CCTVની ચકાસણી પોલીસે હાથ ધરી હતી.રોડપર વાહન ચાલકોને વૃક્ષો નડતર રુપ આરઆર કેબલ કંપની પાસે કેટલાક વૃક્ષો રોડને અડીને આવતા અગાઊ પણ અકસ્માતો સર્જાયા છે કેટલાક વૃક્ષો દુર કરાયા છે પરંતુ તેના ખાડા પુરવામા નથી આવતા તેવો જોખમી બની રહ્યા છે

Reporter: admin

Related Post