વડોદરા :શહેર નજીક આવેલા વાસણા કોતરિયા ગામમાં રહેતા મહેન્દ્રભાઈ લાલભાઈ સોલંકી ઉંમર વર્ષ 43 તારીખ 5 ની રાત્રે પોતાના ઘેરથી બાઈક લઈને મંજુસર જવાના રોડ ઉપરથી પસાર થતા હતા.
તે વખતે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ વાસણા કોતરિયા ગામ પાસે બળવંત તલાવડી નજીક રોડ ઉપર અંધારામાં અચાનક ભૂંડ આવી જતા બાઇક ભૂંડ સાથે અથડાયું હતું. જેના પગલે મહેન્દ્ર ભાઈને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
Reporter: admin