ભુવનેશ્વર: બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ રદ થયા બાદ એક મહિલા મુસાફરે કથિત રીતે હોબાળો મચાવ્યો અને એરપોર્ટની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. આ ઘટના ગુરુવારે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહિલાના બાળકની તબિયત ખરાબ હોવાથી ફ્લાઈટ રદ થતાં તે પરેશાન હતી.
મળતી માહિતી મુજબ, ભુવનેશ્વરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7352 ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ બપોરે 2:35 વાગ્યે રવાના થવાની હતી, પરંતુ શરૂઆતમાં તેને સાંજે 5:30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ સાંજે આશરે 6 વાગ્યે મુસાફરોને ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી.
આશરે રૂ.49 હજારની સંપત્તિને નુકસાન
ફ્લાઈટ કેન્સલ થવાની જાણ થતાં મહિલા મુસાફર મામોની ખરાત કથિત રીતે પોતાનો આપો ગુમાવી બેઠી હતી. એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તેમણે એરપોર્ટની આશરે રૂ.49 હજારની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટના બાદ એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Reporter: admin







