સુરતમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં ભરૂચના પરિવારે સુરતમાં સામુહિક આપઘાત કર્યો છે. અઢી વર્ષનાં માસુમ સાથે સુરત આવીને આપઘાત કર્યો છે. તેમાં સુરતમાં કાકાની અંતિમવિધિ માટે પરિવાર આવ્યો હતો. જેમાં ભરૂચ પરત ફરતા નહેરમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છેમોહસીનનો મૃતદેહ ઓલપાડના સોંસક ગામેથી મળ્યો છે. તેમજ માતા-પુત્રના મૃતદેહ જહાંગીરપુરા નહેરમાંથી મળી આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિવારે ભરૂચ પરત ફરતા વરિયાવ નહેરમાં પડતું મૂકી જીવનનો અંત આણ્યો છે. ખાનગી કંપનીમાં ડીલિવરીબોય તરીકે મોહસીન કામ કરતો હતો. સામૂહિક આપઘાત કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.અડાજણ વિસ્તારમાં રહેતાં પરિવારનાં સાત સભ્યોએ કરેલા સામૂહિક આપઘાત કેસની યાદ ફરીથી તાજા થઈ ગઈ છે. જેમાં સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો. જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી.
Reporter: News Plus