હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટ વેવને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો આસમાને છે લોકો ને તાપમાં બહાર જવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે ઉનાળામાં ગરમીમાં સૌથી વધુ ડી હાઇડ્રેશન થવા નાં કીસા વધી જાય છે.

સાવલીમાં નગર પાલિકાનાં ભદ્રેશ પાઠક એક સામાજિક કાર્યકર અને સાથે જરૂર પડે અવાર નવાર લોકો ની મદદ કરવા હંમેશા તત્પર રહે છે ત્યારે આજરોજ ભદ્રેશભાઈ પાઠક દ્વારા સાવલી નગરમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ચોકડીના ડેરા પાસે જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવા સ્થળોએ તેમના દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવી. અત્યારે ગરમીનો પારો ઊંચો હોવાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળે તે હેતુથી ભદ્રેશભાઈ દ્વારા લોકોને ખાસ સેવા આપી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે





Reporter: admin