News Portal...

Breaking News :

બેંગલુરુમાં ડિલિવરી એજન્ટની શરમજનક હરકત: ટોયલેટના બહાને ઘરમાં ઘૂસી મહિલાની છેડતી, આરોપી ઝડપાયો

2026-07-13 10:13:37
બેંગલુરુમાં ડિલિવરી એજન્ટની શરમજનક હરકત: ટોયલેટના બહાને ઘરમાં ઘૂસી મહિલાની છેડતી, આરોપી ઝડપાયો

 બેંગલુરુમાં એક મહિલાની છેડતી કરવાના આરોપમાં ડિલિવરી એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે પાર્સલ પહોંચાડવા આવેલા ડિલિવરી એજન્ટે ટોયલેટનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. મહિલાએ ના પાડતાં પણ તે જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયો અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી.

પીડિતાએ રડતા રડતા પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો અને મરાઠાહલ્લી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા નિલોફર ફાતિમાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75, 79 અને 329(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ ઓનલાઈન ડિલિવરી સેવાઓ દરમિયાન ગ્રાહકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Reporter: admin

Related Post