News Portal...

Breaking News :

અંતરનાદના સમાપન પ્રસંગે શાસ્ત્રીય સંગીતની સુંદર રજૂઆતો

2025-03-22 11:03:52
અંતરનાદના સમાપન પ્રસંગે શાસ્ત્રીય સંગીતની સુંદર રજૂઆતો


વડોદરા : પ્રાચીન કલા કેન્દ્ર અને ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, એમ.એસ. યુ. ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમના અંતિમ દિવસે શાસ્ત્રીય ગાયન અને સંતૂરની મધુર ધ્વનિથી ગુંજી ઉઠ્યું  હતું.



ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના કન્સર્ટ હોલમાં  પ્રાચીન કલા કેન્દ્ર અને ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, એમ.એસ. યુ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમ " અંતરનાદ"ના સમાપન પ્રસંગે શાસ્ત્રીય સંગીતની સુંદર રજૂઆતો પ્રસ્તુત થઈ, જેને પ્રેક્ષકોએ ખૂબ માણી હતી.આ અવસરે પ્રાચીન કલા કેન્દ્રના સચિવ સજલ કૌસર અને એમ.એસ. યુ.ના ડીન પ્રો. ગૌરાંગ ભાવસાર ઉપસ્થિત રહ્યા. સમાપન દિવસે શાસ્ત્રીય ગાયક સમીર ભાલેરાવ અને સંતૂરવાદક દિવ્યાંશ હર્ષિત શ્રીવાસ્તવે પોતાની અનોખી કળાનો પ્રદર્શન કર્યું.કાર્યક્રમની શરૂઆત સમીર ભાલેરાવ દ્વારા રાગ તોડીથી થઈ, જેમાં તેઓએ પરંપરાગત આલાપ બાદ વિલંબિત રચના “અબ મોરે રામ વિરામ” રજૂ કરી. 


ત્યારબાદ દ્રુત તિનતાલમાં “ગરવા મેં સન લાગી” પ્રસ્તુત કરી, જે પ્રેક્ષકોને ખૂબ ગમી. કાર્યક્રમના અંતે તેમણે તુલસીદાસ રચિત ભજન “જનની મેં ન જીઉં બિન રામ” ગાઈ, જેના દ્વારા શ્રોતાઓને ભક્તિરસમાં ભીંજવી દીધા. તેમના સંગાથ પર તબલા પર ડૉ. રાહુલ સ્વર્ણકાર અને હાર્મોનિયમ પર ડૉ. દેવેન્દ્ર વર્માએ શ્રેષ્ઠ સંગત કરી.કાર્યક્રમની બીજી રજૂઆતમાં દિવ્યાંશ હર્ષિત શ્રીવાસ્તવે રાગ ભીમમાં આલાપથી પ્રારંભ કર્યો. ત્યારબાદ તેમણે છંદ પર આધારિત જોડ અને ઝાલાને પખાવજની સંગત સાથે પ્રસ્તુત કર્યા. તેમ ઉપરાંત તેમણે ઝપ્તાલમાં અતિ વિલંબિત ગત રજૂ કરી. પછી તિનતાલમાં “પરમ સુખ અતિ આનંદ ભયો રે” રજુ કરતાં શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. 

Reporter: admin

Related Post