મુંબઈ: ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ બુકિંગના ઓનલાઈન IRCTC પોર્ટલ પર આજે નવા વર્ષના પહેલા દિવસે ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલી પડતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે અનેક સરકારી વેબસાઈટમાં પણ ટેક્નિકલ મુશ્કેલી ઊભી થઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. બુકિંગના સમયે ઑનલાઇન ટિકિટ બુક થઈ શકતી નથી. એક અઠવાડિયામાં ત્રીજી વખત બુકિંગ કરવામાં મુશ્કેલી પડી છે. દિવસે કે પછી સાંજે બુકિંગ કરી શકતા નથી. પહેલા કરતાં બુકિંગ કરવાની પ્રક્રિયા વધારે જટિલ બનાવી છે. ટિકિટ બુકિંગના રિઝર્વેશન પહેલા બે ત્રણ મિનિટ લાગતી હતી.
જે હવે ચાર પાંચ મિનિટ લાગે છે, એમ બોરીવલીના રહેવાસી અનિલ પંડ્યાએ જણાવ્યું હતું.દરેક વખત રેલવે પ્રશાસન તરફથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે અને આજે પણ સવારથી ટિકિટ બુકિંગ નહિ થતા અમારું બહાર જવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું. આ મુદ્દે IRCTCના અધિકારીએ કહ્યું હતું કે સવારે પોર્ટલમાં ટેક્નિકલ કારણોસર બુકિંગ થતું નહતું પણ અડધો પોણો કલાક પછી બધું રાબેતા મુજબ કામકાજ ચાલુ થયું હતું.
Reporter: admin