વિશ્વામિત્રી નદીના રૌદ્ર સ્વરૂપથી ત્રસ્ત નગરજનો ન કેવળ ફુડ પેકેટ રૂપી સહાયતા પરંતું સાંત્વના પણ પુરી પાડવાની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા થતાં અટલાદરા મંદિર થી પૂજ્ય સંતો સ્વયં આજે સામાન્ય વાહન કે ટ્રેક્ટર પણ ના જઈ શક્યા હોય તેવા વિસ્તારો એ જેવા કે કાશી વિશ્વનાથ મંદિર, પરશુરામ ભઠઠો વિગેરે સ્થળો એ જીવ ના જોખમે ગરમ શિરો, ખીચડી, ગાંઠીયા તથા પીવાનું પાણી લઈ પંહોચયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલતા આ સેવાકાર્ય માં આજે સંસ્થા દ્વારા પચ્ચીસ હજાર લોકો ને શીરો, ખીચડી અને ગાંઠિયા પુરા પાડી ભૂખ્યા જનોનો જઠરાગ્નિ તૃપ્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.
Reporter: admin