વડોદરા શહેરમા હાલ ચુટણી નો માહોલ ચાલી રહીયો છે. ચૂંટણી ના આ ગરમાગરમ માહોલ મા ઉમેદવારો ને પસીનો છૂટી રહીયો છે. કારણ કે વડોદરા ના વિવિઘ વિસ્તારમા મતદારો પાણી, રોડ સહિત ની માંગણી કરી ને વિવિધ સોસાયટી અને મહોલ્લા ઓ મા ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા છે.લોકસભા ચૂંટણીનો બહિષ્કારનો મામલો હાલ ઠેર ઠેર આગ લગાડી રહીયો છે.આવુજ બાપોદ વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશિપમાં થયો વિરોધ થયો છે
સાનિધ્ય ટાઉનશીપ પાસે બની રહેલ રોડને લઈ રહીશોએ વિરોધ નોંધાવ્યો છે સાનિધ્ય ટાઉનશીપના રહીશોએ રોડ નહીં તો વોટ નહીં ના કર્યા સૂત્રોચાર કર્યા હતા રહીશોના વિરોધને લઇ બાપોદ પોલીસ પહોંચી સ્થળ પર પહોંચી હતી.ફ્લાઈંગ સ્કવોર્ડ ની ટીમ સાનિધ્ય ટાઉનશિપમાં પહોંચી હતી.ચૂંટણી બહિષ્કારના બેનર લગાવતા પૂર્વે જ પોલીસે બેનરો જપ્ત કરતા ભારે હો હા થઇ હતી. આમ હવે શહેર મા ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા ઉમેદવાર સોસાયટી ના લોકો ને સમજાવવા મા આવી રહીયા છે.
Reporter: News Plus