News Portal...

Breaking News :

અવનવી વાનગી : કાઠિયાવડી કઢી બનાવવાની રીત

2024-12-29 17:34:02
અવનવી વાનગી : કાઠિયાવડી કઢી બનાવવાની રીત


કઢી બનાવવા માટે બેસન, જરૂર પ્રમાણે પાણી, જરૂર પ્રમાણે મીઠુ, ગોળ, તેલ જરૂર પ્રમાણે, એક ચમચી મીઠો લીમડો, સૂકું લાલ મરચું,એક ચમચી લીલા મરચાની પેસ્ટ, ચપટી હળદર, એક ચમચી જીરું જરૂરી છે. 


બેસન અને પાણી લઇ એક નોર્મલ બેટર બનાવવું. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું અને સૂકું લાલ મરચું નો વઘાર કરવો. તેમાં મીઠો લીમડો, મરચાની પેસ્ટ ઉમેરવી અને સહેજ ગરમ થવા દેવું. 


હવે તેમાં બેટર ઉમેરી ગોળ, મીઠુ, હળદર ઉમેરી બધું બરોબર મિક્સ કરી હલાવતા રેહવું. થોડી વાર ઉકળી જાય એટલે ગેસ બન્ધ કરી કઢી પીરસવા ઉતારી લેવી. આ કઢી ખુબ ટેસ્ટી બનશે.

Reporter: admin

Related Post