રતાડુંના ફાફડા બનાવવા માટેની સામગ્રીમાં 1 રતાડું, 1 વાડકી ચણાનો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી અજમો, અડધી ચમચી મરી, પાણી જરૂર પ્રમાણે અને ચપટી હળદર જરૂરી છે.
રતાડું ધોઈ છાલ ઉતારી તેની સ્લાઈસ કરી લેવી પાણીમાં મુકવી. અને તેમાં મીઠુ ઉમેરવું. હવે એક વાસણમાં ચણાનો લોટ લેવો એમાં હળદર, અજમો ઉમેરી દેવા. અને પાણી ઉમેરી બેટર બનાવવું. તેલને ગરમ કરવા મૂકવું.હવે રતાડુમાંથી પાણી નિતારી તેને બેટરમાં ડૂબોળી તેલમાં તડવું. ત્યારબાદ તેમાં ઉપરથી મીઠુ અને મરી ભભરાવી દેવા. માત્ર થોડા સમયમાં રતાડુંના ફાફડા તૈયાર થઇ જશે.
Reporter: admin