બનાવવા માટેની સામગ્રીમાં એક કપ રાજગરાનો લોટ, એક ચમચી જીરું, ચપટી સફેદ તલ સ્વાદ અનુસાર સિંધવ મીઠુ, ચપટી મરી પાવડર, તેલ અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
હવે બધી સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધી લેવો. હવે ટેબલ ગુલ્લાં કરી મીડિયમ સાઈઝમાં પુરી વણી લઈશું. અને એ પુરીમાં નાની વાડકી કે ઢાંકણા વડે નાની પુરી પાડી લઈશું. હવે તેમાં છરી વડે નાના નાના ચીરા પાડી ગરમ તેલમાં તળી લઈશું. આ પુરી ઉપવાસમાં ખાઈ શકાય છે અને તેનો ટેસ્ટ ખુબ સારો લાગે છે.
Reporter: admin