મોસ્કો :રશિયાએ બશર અલ-અસદને શરણું આપ્યું છે. રશિયાના સરકારી મીડિયાએ આ અંગે જાણકારી આપી હતી.
ક્રેમલિનના એક સૂત્ર રશિયા સ્ટેટ મીડિયા TASS અને રિયા નોવોસ્તીએ જણાવ્યું હતું કે, અસદ અને તેના પરિવારના સભ્ય મોસ્કો પહોંચ્યા છે. રશિયાએ માનવીય ધોરણે તેમને આશરો આપ્યો છે. રવિવારે દમિશ્કમાં અસદના મહેલ પર વિદ્રોહીઓએ કબજો કર્યો હતો.સીરિયાના બળવાખોરોએ રાજધાની દમિશ્કમાં ઘુસ્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વિશાળ મહેલ પર કબજો કર્યો છે.
પ્રેસિડેન્શિયલ પેલેસમાંથી લોકોએ ફર્નિચર અને મોંઘી ચીજો લૂંટી દીધી છે. બળવાખોરોએ પેલેસના જુદા-જુદા રૂમોમાં ફોટો ક્લિક કરી રહ્યા હતા. અલ-રાવદા પ્રેસિડેન્શિયલ પેલેસમાં પણ ઘૂસી સ્માર્ટ ખુરશીઓ, લકઝરી ચીજો ઉઠાવી રહ્યા છે. તેમજ મુહાજરીન પેલેસમાં તોડફોડ કરી છે.બળવાખોરોએ જેલમાં બંધ સેકડોં કેદીઓને મુક્ત કરાવ્યા છે. અમુક લોકોએ દુકાનોમાં તોડફોડ કરી સામાન લૂંટ્યો હતો. સીરિયાના વિવિધ હિસ્સામાં અસદ અને તેમના પરિવારના પોસ્ટર, બેનર, અને મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.ઈસ્લામિક ચરમપંથી સંગઠન હયાત તહરીર અલ-શામના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ આ બળવાને લોકોને જીત ગણાવી છે.
Reporter: admin