વડોદરાના સુભાનપુરા ઝાંસીની રાણી વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં કામ કરતી નર્સ જોડે પરિણિત સહકર્મીએ મરજી વિરૂદ્ધનું કૃત્ય કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ મામલે ગોરવા મથકમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. પીડિતા અને આરોપી બંનેનું મેડિકલ કરાવીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા પીડિતાની ફરિયાદ પર ધ્યાન ના આપ્યું હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. જેની પણ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવનાર હોવાનું ડીસીપીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું.સમગ્ર મામલે DCP જુલી કોઠિયાએ જણાવ્યું કે, ગોરવામાં આધાર હોસ્પિટલ છે. જેમાં ભોગબનનાર યુવતિના વિવરણના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના 15, જાન્યુઆરીની છે. યુવતિ પોલીસ મથકમાં આવી ત્યારે તુરંત ગુનો નોંધી કાઢવામાં આવ્યો હતો.
યુવતિના સાથી કર્મીએ ઉપરના માળે લઇ જઇને દુષકર્મ આચર્યું છે. ઘટના સમયે સ્થળ પર હાજર દર્દીઓ, પીડિતાના સહકર્મીની પુછપરછ કરવામાં આવશે. પરિવારજનો અને તબિબોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા મેળવી, તેની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશેતેમણે વધુમાં જણાવ્યું કે, પીડિતા અને આરોપીનું મેડિકલ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. આ મામલે એક્સપર્ટ દ્વારા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવનાર છે. દુષ્કર્મ કેસનો આરોપી અશરફ ચાવડા (મૂળ રહે. કોડિનાર) અને વિતેલા 10 વર્ષથી વડોદરામાં રહે છે. આરોપીની ઉંમર 28 વર્ષ છે. અને તે પરિણીત છે. પોલીસ આરોપીઓ શા માટે આવું કર્યું, કોનો સાથ તેને મળ્યો, આ ઘટનાને જોનાર કોણ છે, સીસીટીવી, વગેરે મેળવવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.પોલીસે કહ્યું કે ડોક્ટરની પણ ઉંડી પૂછપરછ કરવામાં આવશે.
Reporter: admin