વડોદરા શહેરના આંતરિક માર્ગોને વરસાદી તથા પૂરના પાણીથી થયેલા નુકસાન બાદ તેને દુરસ્ત કરવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા દિવસ અને રાત્રે એમ બન્ને પાળીમાં કામગીરી કરવામાં આવી રહી છે.
શનિવારે એક જ દિવસમાં ૩૫૦ ટન જેટલા હોટ મિક્સ અને વેટ મિક્સ કરી ખાડાઓનું પૂરાણ તેમજ પેચ વર્કના કામો કરવામાં આવ્યા હતા. મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડને દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ગઇકાલે વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવીએ રાત્રે આકસ્મિક મુલાકાત લઇને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા જ શહેરમાં હાલ અંદાજિત ૨૪ જેસીબી, ૨૩ ડમ્પર, ૧૯ નાના ડમ્પર, ૪૦ જેટલા ટેકટર મારફતે અંદાજિત ૩૫૦ ટન વેટમીક્ષ તથા હોટ મિક્સનો ઉપયોગ કરી માર્ગો દુરસ્ત કરવામાં આવ્યા હતા.
Reporter: admin