અમદાવાદ : આવનારા મકરસંક્રાતી ના પર્વને અનુલક્ષીને આજ રોજ નાગરિકો તથા અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તથા શાંતિ, સલામતી અને સુરક્ષા માટે થઈને ડીજીપીની સૂચનાથી અમદાવાદમાં ગત તા. 2/12 અત્યાર સુધી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરીને ચાઈનીઝ દોરી, કાચ પાયેલી દોરી, પ્લાસ્ટિકની દોરી, ચાઈનીઝ તુક્કલ વિગેરે બાબતે તપાસ હાથ ધરીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 48 જેટલાં કેસ કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર ચાઈનીઝ દોરી, કાચ પાયેલી દોરી, પ્લાસ્ટિકની દોરી, ચાઈનીઝ તુક્કલ વિગેરે બાબતે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાની ખાત્રી આપી છે.મકરસંક્રાતીના પર્વને અનુલક્ષીને 15 ડીસીપી, 19 એસિપી અને 3 એસઆરપી કંપનીને તહેનાત કરાય છે.સાથેજ તા. 10/01/25 થી તા. 31/01/25 સુધી જાહેર માર્ગ ઉપર કોઈને ઇજા થાય કે અકસ્માત થાય તેવી જોખમી રીતે પતંગ ઉડાડવા તેમજ લૂંટવા-પકડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે અને આદેશની અવગણના કરવા બદલ ગંભીર પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
Reporter: admin