News Portal...

Breaking News :

APMC તરફથી આવતી બસ સાથે બાઇકની ટક્કર, બાઇક ચાલકનો પગ ગંભીર રીતે કચડાયો

2026-08-12 12:36:04
APMC તરફથી આવતી બસ સાથે બાઇકની ટક્કર, બાઇક ચાલકનો પગ ગંભીર રીતે કચડાયો

APMC તરફથી આવતી એક બસ સાથે બાઇકની ટક્કર થતાં અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક બસના પાછલા વ્હીલમાં ફસાઈ ગયો હતો અને તેનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો.

અકસ્મતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

અકસ્મત બાદ બસ રસ્તાની વચ્ચે ઉભી રહેતા ટ્રાફિકને અસર થઈ હતી. અડધા કલાકથી વધુ સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Reporter: admin

Related Post