સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો બનાવી વડોદરા શહેરને ડ્રગ્સનું હબ ગણાવનાર વિવાદિત મહિલા તમન્ના સૈયદ અને તેની ગેંગ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. શહેરમાં ખુલ્લેઆમ નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોવાનો દાવો કરીને સસ્પેન્સ ઊભું કરનાર તમન્ના સૈયદ સામે બે જ દિવસના ટૂંકા ગાળામાં ત્રીજી ગુનાહિત ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે. ફતેગંજ વિસ્તારના એક કાફે સંચાલકને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 2 લાખની વસૂલાત કરવાનો આક્ષેપ થતાં સયાજીગંજ પોલીસ મથકે નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ફતેગંજ વિસ્તારમાં આવેલા લક્ષ્ય કોમ્પ્લેક્સ સ્થિત 'ઈનવિઝીબલ કાફે'ના સંચાલક મહમંદ ઝૈદ અયાઝ શેખે સયાજીગંજ પોલીસ મથકે તમન્ના સૈયદ અને તેના પતિ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તમન્નાએ થોડા સમય પહેલાં એક વીડિયો બનાવી લક્ષ્ય કોમ્પ્લેક્સના કાફેમાં ડ્રગ્સનો વેપાર થતો હોવાનો સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો. આ વીડિયો જાહેર કર્યા બાદ તેણે કાફે સંચાલકનો સંપર્ક કરી, 'રૂપિયા 2 લાખ નહીં આપે તો કાફેના નામ સાથેનો વીડિયો વાયરલ કરી ધંધો બરબાદ કરી નાખીશું' તેવી ખુલ્લી ધમકી આપી હતી.
આ બાબતે તમન્નાના પતિ સોહિલ સૈયદે પણ ફોન પર ધમકી આપતાં જણાવ્યું હતું કે, "તું પૈસા તૈયાર રાખજે, નહિતર વીડિયો વાયરલ થઈ જશે." આ ધમકીભર્યા કોલથી ગભરાઈ ગયેલા કાફે માલિકે અંતે હિંમત ભેગી કરીને પોલીસનું શરણ લીધું હતું.
અગાઉ વ્યાજે પૈસા આપી ગેરકાયદે ઉઘરાણી અને ધાક-ધમકી આપવાના કેસમાં વડોદરા પોલીસે તમન્ના સૈયદ અને તેના પતિ સોહિલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી દંપતીને અદાલતમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર તમન્ના કે સોહિલ જ નહીં, પરંતુ તેમના બે ભાઈઓ, બહેન અને પિતા પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. સોહિલ સૈયદ સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, ધાડ, ગંભીર ગુનાના આરોપીઓને આશ્રય આપવો અને ઠગાઈ સહિતના 7 જેટલા ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે.
સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને વેપારીઓ અને સ્થાનિકોને બ્લેકમેલ કરતી આ પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવાયા છે. ગુજરાતમાં અગાઉ કુખ્યાત કીર્તિ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જે રીતે પ્રતિબંધ મૂકાયો હતો, તે જ રીતે હવે તમન્ના સૈયદના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ ભારતમાં સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યા છે.

ડ્રગ્સના દાવા કરી સસ્પેન્સ ઊભું કરવાનો પ્રયાસ...
ઉલ્લેખનીય છે કે, તમન્નાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને દાવો કર્યો હતો કે વડોદરાના નિઝામપુરા, નવાયાર્ડ અને ફતેગંજ જેવા વિસ્તારોમાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ, ગાંજો અને કોકેઈન જેવા ઘાતક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. તેણે ફતેગંજને નશાનું મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આવા વીડિયો માત્ર તથ્યહીન સનસનાટી ફેલાવવા અને તેના આધારે લોકો પાસેથી રૂ. વસૂલવા માટેનું એક કાવતરું હતું. હાલ સાયબર અને સ્થાનિક પોલીસ આ સમગ્ર નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.
તમન્ના સામે જેપી રોડ પોલીસમાં પણ ગુનો નોંધાયો
જેપી રોડ પોલીસમાં નોંધાયેલા ગુના પ્રમાણેની વિગતો મુજબ દોઢ વર્ષ પહેલાં સોહિલ સૈયદ નામનો ઈસમ તેની હ્યુન્ડાઈ વર્ના કાર એન્જિનના કામ અર્થે ઈલ્યાસ વ્હોરાના ગેરેજમાં ક્રેન મારફતે લાવ્યો હતો. ફરિયાદીએ કાર તપાસીને રિપેરિંગનો આશરે રૂ. 80 હજાર તેમજ ક્રેનનો ભાડાં ખર્ચ અલગથી થશે તેમ જણાવી એડવાન્સ રકમ માંગી હતી. પરંતુ આરોપીએ એક પણ રૂપિયો ન આપતા કાર સતત પાંચ મહિના સુધી ગેરેજમાં જ ધૂળ ખાતી પડી રહી હતી. બાદમાં ગેરેજ ખાલી કરવાની નોબત આવતાં ફરિયાદીના કહેવાથી સોહિલે ગજ્જુ નામના શખ્સને મોકલી પોતાની કાર પરત મંગાવી લીધી હતી. આ ઘટનાના એક વર્ષ બાદ સોહિલે અચાનક ફરિયાદીને ફોન કરી તેની કારમાંથી રૂ. 1 લાખનો કિંમતી સામાન ચોરી કરી વેચી માર્યાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. તેણે બળજબરીથી રૂ. 1 લાખની રંગદારી માંગતા ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો ટાંટિયા તોડી નાખવામાં આવશે. એટલું જ નહીં, સોહિલ અને તેની પત્ની તમન્ના વારંવાર ફરિયાદીના ઘરે ધસી આવતા હતા અને સમગ્ર પરિવારજનોની હાજરીમાં ગંદી ગાળો ભાંડીને અસહ્ય માનસિક ત્રાસ આપતા હતા. બંને પતિ-પત્નીએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો તેમને માંગેલા રૂ. 1લાખ રોકડા નહીં ચૂકવાય તો ફરિયાદીને ઢોર માર મારવામાં આવશે. આમ, ખોટા આક્ષેપો ઉભા કરી ગુંડાતત્વોની જેમ નાણાં પડાવવા અને પરિવારને સતત ભયના ઓટલે રાખવા બદલ આરોપીઓ સામે જેપી રોડ પોલીસમાં ગુનો નોંધાયો છે.
તમન્ના સહિત પરિવારના સભ્યો સામે અનેક ગુના નોંધાયેલા હોવાની માહિતી
સૂત્રોના જણાવ્યા મુજબ તમન્ના, શેખ સૈયદ સહિત પરિવારના સભ્યોનો પણ ગુનાહિત ભૂતકાળ રહ્યો છે. પરિવારના અલગ-અલગ સભ્યો સામે મારામારી, ધમકી, રાયોટિંગ, જુગાર, છેડતી, એટ્રોસિટી સહિતના ગુના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
તમન્ના પાનવાલા: ફતેહગંજ પોલીસ મથકમાં મારામારી, ધમકી સહિતના 2 ગુના.
સોહીલ: ફતેહગંજ અને જે.પી. પોલીસ મથકમાં હાફ મર્ડર, રાયોટિંગ, મારામારી સહિતના 3 ગુના.
કોસર પાનવાલા: ફતેહગંજ પોલીસ મથકમાં 2 ગુના.
વારીસ પાનવાલા: રેલવે પોલીસ મથકમાં જુગાર, મારામારી, છેડતી અને એટ્રોસિટી સહિતના 4 ગુના, જ્યારે ફતેહગંજમાં જાહેરનામા ભંગનો 1 ગુનો.
નાઝ પાનવાલા: ફતેહગંજ પોલીસ મથકમાં મારામારીનો 1 ગુનો.
પીરૂ પાનવાલા: ભાદરવા, વડોદરા રેલવે અને તાલુકા પોલીસ મથકમાં જુગારના 3 ગુના, જ્યારે ડભોઇમાં ટ્રાફિકને અડચણરૂપ બનવા બદલ 1 ગુનો.
કુલ મળીને પરિવારના સભ્યો સામે 17 ગુના નોંધાયેલા હોવાની માહિતી મળી છે.

Reporter: admin