આજના યુગમા દરેકના ઘરમાં પંજાબી ખોરાક વધી ગયો છે. નાના બાળક થી લઇ મોટાને પંજાબી ખોરાક ભાવતો હોય છે.પંજાબી ખોરાક ભાવતો હોય બેહનો ઘરે અલગ અલગ વાનગી બનાવતી હોય છે.
આજે આપણે પંજાબી વાનગી બનાવવા માટે પંજાબી મસાલો બનાવાની રીત જાણીશું, જે બજારમા મળતા મસાલા જેવો ઘરે બને છે.આ મસાલો બનાવવા માટે 109 ગ્રામ સૂકા ધાણા, 50 ગ્રામ તલ, 2 ગ્રામ તજ, 10 ગ્રામ મરી, 20 ગ્રામ મરચું, 25 ગ્રામ જીરૂ, 50 ગ્રામ મગજતરીના બી, 5 ગ્રામ લવિંગ, 20 ગ્રામ ખસખસ, 2 ચમચી તેલની જરૂર પડે છે.ધાણા, જીરૂ શેકી ને ચાળી લેવું. ત્યાર બાદ તલ અને મગજતરી ના બી શેકીને ખાંડી લેવા. હવે તજ, લવિંગ, મરી ખાંડીને ચાળી લેવા.
ત્યારબાદ બધું ભેગું કરી તેલને ગરમ કરી સાધારણ ઠંડુ પડે એટલે મસાલા ઉમેરી મિક્ષ કરી લેવા. આ મસાલો તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો અને તેનો સ્વાદ પંજાબી વાનગીઓ બનાવવા વાપરી શકો છો.
Reporter: admin