જૈનો ના પર્યુષણ પર્વ ની પુર્ણાહુતી પ્રસંગે અલકાપુરી જૈન સંઘ ના કંઠાભરણ તપ, અઠ્ઠાઈ,નવ ઉપવાસ વગેરે તપસ્વીઓના પારણાં અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફ થી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા
એમ સંઘ પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું. યુનિવર્સિટી ના પુર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સળંગ ત્રીજી આંખ ઉપવાસ ના અઠ્ઠાઈ ની આરાધના કરી હતી તેમનું પારણું પણ અલકાપુરી જૈન સંઘ માં યોજાયું હતું એમ યુનિવર્સિટી ના પુર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું.વધુમાં આજે નીકળેલ રથયાત્રા અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રાવકે કરવાના આવશ્યક ૧૧ કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ગાય સર્કલ થી તપસ્વીઓ તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગો ઉપર ફર્યો હતો અને એક દો તીન ચાર જીન શાસનનો જય જય કાર ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રથયાત્રાના અંતે અલકાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજે ભગવાનને પોખણા કરવા નું મહત્વ પણ સમજાયું હતું આજે શ્રાવિકાઓએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી ૭૮ વર્ષ ના માજી એ ભગવાન ને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું. ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું
Reporter: admin