નિઝામપુરા શાખા નં ૧૪ ના શાખા સંચાલક રેખા બેન પટેલ અને જેયસિગભાઈ પરમાર અને શહેર સમન્વય સમિતિના વિણાબેન બારોટ વરિષ્ઠ રમણભાઈ સુથાર સરવતસિહ બારીયાના અથાગ પુરુષાર્થ મહેનત સાથે પ્રજ્ઞા પીઠ નિઝામપુરા દ્વારા આજે હરણી સમા લીંક રોડ રોઝલેન્ડ રેસીડેન્સી ફેલ્ટ મા ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ જે સ્વર્ણિમ ભારત નું ભવિષ્ય એટલે યુવા શક્તિ - છાત્ર શક્તિ એજ વિધાર્થીઓનુ મનોબળ આત્મબળ મજબૂત બને હિંમત ન હારે વાંચનમા પરિક્ષા માટે ના લક્ષ્યાંક ને પ્રાપ્ત કરી એકાગ્રતા આવે ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ૧૦૮ દીપક નો દીપ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો

સમગ્ર દીપ યજ્ઞનુ સંચાલન પ્રજ્ઞા પુત્રી તારાબહેન પંડ્યા અને તેઓની ટોળી દ્વારા સંપન્ન કરવામાં આવ્યું જેમાં ૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા અને કિશોર કૌશલ્ય અભિયાન ના વડોદરા ઉપઝોન સંયોજક અમિબેન ઠક્કર દ્વારા વિધાર્થીઓ ને હાઉ ટુ એન્જોય એક્ઝામ વિસ્તાર થી સમજાવ્યા અને વિધાર્થીઓ મા વિશેષ ઉર્જા જોશ સ્થાપિત કર્યા હતા.


Reporter: admin