News Portal...

Breaking News :

Air Indiaનો મોટો નિર્ણય, હવે તમામ પાઇલટ્સનો ફરજિયાત ડ્રગ ટેસ્ટ

2026-08-13 16:52:47
Air Indiaનો મોટો નિર્ણય, હવે તમામ પાઇલટ્સનો ફરજિયાત ડ્રગ ટેસ્ટ

Air Indiaએ ગુરુવાર, 13 ઓગસ્ટ 2026ના રોજ પોતાના તમામ પાઇલટ્સ માટે ડ્રગ અને પ્રતિબંધિત પદાર્થોની સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. એક પાઇલટનો મારિજુઆના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની પુષ્ટિ થયા બાદ એરલાઇને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ, સંબંધિત ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડ (PIC)નો ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કન્ફર્મેટરી ટેસ્ટમાં પાઇલટના શરીરમાં મારિજુઆનાની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ Air Indiaએ પાઇલટ્સની સુરક્ષા તપાસ વધુ કડક કરવાનો નિર્ણય લીધો.

DGCAના નિયમોથી પણ આગળ વધશે એરલાઇન

Air Indiaએ કર્મચારીઓને મોકલેલા ઈ-મેઇલમાં જણાવ્યું કે તે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના વર્તમાન નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે, પરંતુ મુસાફરોની સુરક્ષા માટે વધારાના પગલાં લેવા જરૂરી છે. એરલાઇને જણાવ્યું કે મુસાફરોનો વિશ્વાસ તેની સૌથી મોટી જવાબદારી છે.

13 ઓગસ્ટથી ફરજિયાત સ્ક્રીનિંગ શરૂ

Air Indiaના જણાવ્યા મુજબ, 13 ઓગસ્ટથી તમામ ગ્રુપ પાઇલટ્સનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રતિબંધિત પદાર્થો અને નિયમો હેઠળ મંજૂરી ન ધરાવતી દવાઓની તપાસ કરવામાં આવશે. આ તપાસ તમામ સંબંધિત પાઇલટ્સ માટે ફરજિયાત રહેશે.

અલગ-અલગ સ્થળોએ થશે તપાસ

પાઇલટ્સની સ્ક્રીનિંગ ગુરુગ્રામ સ્થિત એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન, ફ્લાઇટ બાદ ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અથવા Air Indiaની ઓફિસમાં તેમજ સંબંધિત બેઝ પર નક્કી કરાયેલા સ્થળોએ કરવામાં આવશે. એરલાઇનના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સુરક્ષા અને વ્યાવસાયિક ધોરણોને વધુ મજબૂત બનાવવાનો છે.

Reporter: admin

Related Post