Air Indiaની ફ્લાઇટ AI2379માં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામી અને ટર્બ્યુલન્સની ઘટનાને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. સરકારે એરલાઇન મેનેજમેન્ટને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને ઓપરેશનલ કામગીરીની દેખરેખ વધુ મજબૂત કરવાની કડક સૂચના આપી છે. સાથે જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને પાઇલટોના ડ્રગ અને ડોપ ટેસ્ટ સંબંધિત નિયમો વધુ કડક બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી Air Indiaની ફ્લાઇટના એક પાઇલટનો મારિજુઆના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મામલાને પણ સરકારે ગંભીરતાથી લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Air Indiaના CEOને બોલાવીને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી કથિત ચૂક અંગે જવાબ માંગ્યો છે.
ઉડાન દરમિયાન અનેક સિસ્ટમમાં ખામી
ફુકેટથી દિલ્હી આવી રહેલી 145 મુસાફરો ધરાવતી ફ્લાઇટ AI2379ને ઓડિશા ઉપર ઉડાન દરમિયાન અનેક ટેક્નિકલ એલર્ટ મળ્યા હતા. તેમાં ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ, દરવાજા અને એલિવેટર સંબંધિત એલર્ટનો સમાવેશ થાય છે. આ દરમિયાન વિમાનનું ઓટોપાઇલટ પણ બંધ થઈ ગયું હતું.
ઘટના દરમિયાન વિમાનની ઊંચાઈ આશરે 300 ફૂટ ઘટી ગઈ હતી. ટર્બ્યુલન્સના કારણે 20 મુસાફરો અને ચાર કેબિન ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ વિમાનની સુરક્ષા અને ઓપરેશનલ પ્રક્રિયાઓ અંગે સવાલો ઉભા થયા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકાર સખત
આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે જૂન 2025માં થયેલી Air Indiaની અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ અહેવાલ હજુ સુધી જાહેર થયો નથી. આ દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા. આવી સ્થિતિમાં સરકારે AI2379ની ઘટનાને ગંભીરતાથી લેતાં એરલાઇન મેનેજમેન્ટને સુરક્ષા માપદંડોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની ચેતવણી આપી છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, એવિએશન સેક્રેટરી સમીર સિંહાએ Air Indiaના અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે એરલાઇને પોતાની ઓપરેશનલ કામગીરીની જવાબદારી લેવી પડશે. તપાસમાં જે પણ લોકો દોષિત ઠરશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે Air Indiaને સુરક્ષા વ્યવસ્થા અને મોનિટરિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવાની સાથે મુસાફરોની સુરક્ષાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપી છે.

Reporter: admin