News Portal...

Breaking News :

અમદાવાદના પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં રૂ. 5.90 લાખની ચોરી

2026-09-04 16:56:04
અમદાવાદના પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં રૂ. 5.90 લાખની ચોરી

અમદાવાદ: થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઇન જ્વેલરી’ શોરૂમમાં રૂ. 5.90 લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે. આ મામલે શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા દર્શન અશ્વિનભાઈ સોની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, દર્શન સોનીએ કથિત રીતે પૂર્વ આયોજન કરીને ચોરી કરી હતી. તેણે સાથી કર્મચારીને ‘બેગ ભૂલી ગયો છું’ એવું કહી શોરૂમની ચાવી મેળવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ રાત્રિના સમયે ચાવીનો ઉપયોગ કરી શોરૂમ ખોલ્યો હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.

શોરૂમમાં પ્રવેશ કર્યા બાદ સોના અને ડાયમંડના દાગીનામાંથી કિંમતી વસ્તુઓ ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ અનુસાર, કુલ રૂ. 5,90,242ની કિંમતના દાગીના ચોરાયા છે.

ઘટનાની જાણ થતાં શોરૂમ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસે દર્શન અશ્વિનભાઈ સોની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી થયેલા દાગીના તેમજ શોરૂમમાં પ્રવેશ અને બહાર નીકળવા સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post