અગ્રવાલ સેવા સમિતિ, વડોદરા દ્વારા અગ્રવાલ ભવન ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ (E-KYC), પાન કાર્ડ અને ઈલેક્શન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

જેમાં 400 જેટલા સમાજના અગ્રબંધુઓ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો છે. સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 3 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આયુષ્માન કાર્ડ, આયુષ્માન વય વંદના કાર્ડ, પાન કાર્ડ માટે 1-1-1 ટીમ આવી હતી. જ્યારે રાશન કાર્ડ (E-KYC) માટે 5 ટીમ અને ઇલેક્શન કાર્ડ માટે 2 ટીમ આવીને કામગીરી કરી. અગ્રવાલ સેવા સમિતિના ખજાનચી મનીષ અગ્રવાલે કહ્યું કે સેવા સમિતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

જેમાં સમાજના વિધાર્થીઓના શિક્ષણ, તેમને પ્રોત્સાહન, આરોગ્ય, તેમજ સરકારી યોજનાથી સમાજના કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમાજને મનોરંજન કરતાં તેમના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા કાર્યો અમે સતત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં સમાજના દરેક અગ્રબંધુઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે.






Reporter: admin