અગ્રવાલ સેવા સમિતિ, વડોદરા દ્વારા અગ્રવાલ સમાજના વિધાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, એક જ દિવસમાં 22000 ચોપડાનું વિતરણ કરી સમાજમાં રેકોર્ડ બનાવ્યો

અગ્રવાલ સેવા સમિતિ, વડોદરા દ્વારા અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ માટે શહેરના અકોટા અગ્રવાલ સમાજ ભવન, ગોત્રી, ગોરવા, સમા, વાઘોડિયા રોડ અને માંજલપુરમાં મળી 6 સ્થળોએ રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક જ દિવસમાં 22000થી વધુ ચોપડાનું વિતરણ કરી ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ગત વર્ષે અગ્રવાલ સેવા સમિતિની ટીમે એક જ દિવસમાં 18000 ચોપડાનું વિતરણ કર્યું હતું. અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ અને લોકોનો ખૂબ સહયોગ અગ્રવાલ સેવા સમિતિને મળી રહ્યો છે. ચોપડા વિતરણ કાર્યક્રમમાં અગ્રવાલ સેવા સમિતિના 30 થી વધુ કાર્યકરો જોડાયા હતા.

અગ્રવાલ સેવા સમિતિએ રાહતદરે ચોપડા વિતરણ ઉપરાંત સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, આધારકાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડના કેમ્પનું આયોજન કરી સમાજના લોકોને લાભ અપાવવાનો પણ પ્રયાસ કર્યો છે. સમાજના વિધાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરી તે ઉદ્દેશ્ય સાથે વિવિધ શૈક્ષણિક કાર્યો કરી તેમને પ્રોત્સાહિત કરવાની નેમ અગ્રવાલ સેવા સમિતિએ લીધી છે.
Reporter: admin