સમાં વિસ્તારમાં એસ એમ સીના દરોડા બાદ બીજા દિવસે હરણી વારશિયા રીગ રોડ વિસ્તારમાં એસ એમ.સીએ દરોડા પાડીને વિદેશી શરાબ ઝડપી પાડયો.
શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બે રોકટોક વેચાઈ રહેલ વિદેશી વિરજી શરાબના વેચાણ અંગે મોનિટરિંગ ની ટીમને બાતમી મળતા ગઈકાલે સમા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આજે હરણી વારશિયા રીગ રોડ વિસ્તારમાં એસએમસીની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂબંધીના પોકળ દાવા વચ્ચે એસ એમ.સીની કામગીરીથી એટલું જરૂર પ્રતિત થાય છે કે ગાંધીના ગુજરાતમાં જોઈએ એટલો વિદેશી દારૂ સરળતાથી મળી આવે છે એસએમસી દ્વારા શહેર જિલ્લામાં અનેક વાર દરોડા પાડવામાં આવે છે અને આ દરોડામાં વિદેશી શરાબ નો વિપુલ માત્રામાં જથ્થો પણ મળી આવે છે
જે વિસ્તારમાંથી આ જથ્થો મળી આવે છે તે વિસ્તારની પોલીસ આ દારૂ કે બુટલેગર અંગે અજાન હોય છે જ્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમને દારૂ વેચનાર બુટલેગર સહિત વેચાણ સ્થળની રજી રજની માહિતી મળતી હોય છે ત્યારે સવાલ એ થાય કે જે તે પોલીસ મથકની હદમાં બુટલેગર દ્વારા વિદેશી શરાબ નો વેપલો કરવામાં આવે છે તેમાં સ્થાનિક પોલીસની ભૂમિકા શું નહીં હોય ? ખેર એસએમસીના દરોડા બાદ એ વાત તો ફલિત થાય છે કે શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ વિદેશી શરાબનો ધંધો ચાલી રહ્યો છે હવે શહેર પોલીસ વિભાગ દ્વારા આ બાબતે નક્કર પગલા લેવામાં આવે તો વિદેશી શરાબ નો વેપલો કરનારા બુટલેગરોમાં પોલીસ માટેનો ખોફ બરકરાર રહે
Reporter: News Plus