News Portal...

Breaking News :

પંડ્યા બ્રિજ બાદ હવે મધુનગર બ્રિજ 10 જુલાઈ 2024થી 15 જુલાઈ 2024 સુધી બંધ રહેશે

2024-07-09 20:08:01
પંડ્યા બ્રિજ બાદ હવે મધુનગર બ્રિજ 10 જુલાઈ 2024થી 15 જુલાઈ 2024 સુધી બંધ રહેશે






અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઇને ગડર લોન્ચિંગની કામગીરીને પગલે વડોદરાનો મધુનગર બ્રિજ તા. 10 જુલાઈ 2024થી તા. 15 જુલાઈ 2024 સુધી બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.




મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે કામગીરીમાં મધુનગર બ્રિજ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી બાકી છે, જેથી તે કામગીરી તા. 10 જુલાઈ 2024થી તા. 15 જુલાઈ 2024 સુધીમાં કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે મધુનગર બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, મધુનગર બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જરૂર છે. જેથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મધુનગર ઓવરબ્રિજ તા. 10 જુલાઈ 2024થી તા. 15 જુલાઈ 2024 સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. 



મધુનગર ચાર રસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા, અમર કાર ત્રણ રસ્તા, ગેંડા સર્કલ, પંડ્યા બ્રિજ ઉપર, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી, નિઝામપુરા રોડ, ડીલક્ષ ચાર રસ્તા, મહેસાણાનગર ચાર રસ્તા, સૈનિક છાત્રાલય સર્કલથી ડાબી બાજુ વળી, ધરમપુરી સર્કલથી જમણી બાજુ વળી, ચિશ્તીયા નગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, નવાયાર્ડ, ફુલવાડી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. ફુલવાડી ચાર રસ્તાથી ચિશ્તીયાનગર ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ,પંડ્યા બ્રિજ નીચે થઇ, જે તે તરફ જઇ શકાશે તેમજ ફુલવાડી ચાર રસ્તાથી ચિશ્તીયાનગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી,છાણી જકાતનાકા સર્કલ થઇ જે તે તરફ જઇ શકશે.

Reporter: News Plus

Related Post