વડોદરા: શહેર ના અટલાદરા વિસ્તારમાં રહેતી મહિલા ગાયિકાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 7-3-2025 ના રોજ મારા પપ્પા તથા મારા ભાઈ મહેશ પર કોઈ વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે હું વડોદરાથી પત્રકાર બોલું છું તમારે દીકરી પરણેલી છે કે કુવારી? અહીંયા વડોદરા તમારા ઘરે કોઈ છોકરાને લાવે છે આવી દીકરીને એકલી ના રખાય.
ત્યારબાદ મારા પપ્પાએ ફોન કટ કરી દીધો હતો. તેણે વોટ્સએપ પર મેસેજ કરવાનો શરૂ કર્યું હતું. ગત છઠ્ઠી મેના રોજ મારા પર કોલ આવતા અને રિસીવ કરતા સામેથી વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે હું મિતુલ ગઢવી બોલું છું અને તમારો ફેન છું હું યોગા શીખવુ છું, મારી ઇન્સ્ટિટ્યૂટ છે અને મારે તમને મળવું છે.ત્યારબાદ તે મને અવારનવાર મેસેજ અને કોલ કરતો હતો અને મારો પીછો કરતો હતો.
તેને કાફેમાં મળવા બોલાવતા હું ગઇ હતી અને મારા ભાઈઓ બહાર જ ઊભા રાખ્યા હતા. આરોપીએ મારી પાસે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલા કરવાનું શરૂ કરતાં મેં મારા ભાઈઓને ફોન કરીને બોલાવ્યા હતા. મારા ભાઈઓએ આવીને તેને પકડી લીધો હતો. અટલાદરા પોલીસે દેવ ચરણ ઉર્ફે મિતુલ અતુલકુમાર ગઢવી રહેવાસી નીલકંઠ પાર્ક સારોલી સુરતની સામે ગુનો દાખલ કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin