News Portal...

Breaking News :

અબકી બાર લસણના ભાવ પ્રતિ કિલોએ રૂ.૪૦૦ને પાર, કાંદાના ભાવ વધી શકે છે

2024-08-13 09:49:45
અબકી બાર લસણના ભાવ પ્રતિ કિલોએ રૂ.૪૦૦ને પાર, કાંદાના ભાવ વધી શકે છે


વડોદરા : ગૃહિણીના રસોડાના મહત્ત્વના ગણાતા કાંદા, લસણ અને ટામેટાંના સરેરાશ દરમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘણો ફેરફાર થયો છે. કાંદા અને લસણના ભાવમાં વધારો થયો છે, જ્યારે ટામેટાંના ભાવ ગબડ્યા છે.


લસણના ભાવ રિટેલ માર્કેટમાં પ્રતિ કિલોએ રૂ. ૪૦૦ પર પહોંચી ગયા છે. આ વર્ષે બીજી વખત લસણના દર રૂ. ૪૦૦ સુધી પહોંચ્યા છે. ગયા વર્ષથી લસણના ભાવમાં વધારો થયો છે, કારણ કે તે સમયે તેનો પાક ઓછો લેવામાં આવ્યો હતો. માગણી કરતા ફક્ત ૬૦ ટકા લસણ બજારમાં આવી રહ્યા છે.પહેલા બજારમાં રોજ લસણની આઠથી દસ ટ્રક આવતી હતી, પણ હવે ફક્ત બેથી ત્રણ ટ્રક જ આવી રહી છે, જેમાં વધતા લસણના ભાવથી વેપારીઓની સાથે હોટેલ રેસ્ટોરાંવાળા લોકો પરેશાન છે.દરમિયાન કાંદાના વેપારીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કાંદા(ડુંગળી)ના ભાવ વધશે કે નહીં તે બધુ વરસાદ પર નિર્ભર કરે છે. 


જો ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધુ રહેશે તો કાંદાના ભાવ વધી શકે છે, પરંતુ હાલમાં એવા કોઇ સંકેત દેખાતા નથી. હાલમાં જોરદાર વરસાદને કારણે બજારમાં કાંદાની આવક ઓછી થઇ રહી છે, પણ હવે સ્થિતિ કંટ્રોલમાં છે.આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કાંદાનો સારો પાક થયો છે. ત્યાંથી થોડા દિવસમાં બજારમાં કાંદા આવી શકે છે. જો ત્યાંથી કાંદા આવી ગયા તો તેના ભાવ ફરી નિયંત્રણમાં આવી જશે. તેથી કાંદાના દર ફરી પ્રતિ કિલોએ રૂ. ૧૦૦ સુધી પહોંચવાની શક્યતા નહીંવત્ છે. તેમછતાં બધુ વરસાદ પર નિર્ભર છે.લાસલગાંવ એપીએમસીમાં કાંદાના ભાવમાં એક અઠવાડિયામાં ૨૧ ટકાનો વધારો થયો છે, જ્યારે પિંપળગાંવ એપીએમસીમાં ટામેટાંના દરમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે લસણના ભાવ રિટેલ બજારમાં પ્રતિ કિલોએ રૂ. ૪૦૦ થઇ ગયા છે. ઘરેલુ બજારમાં કાંદાનો પુરવઠો ઓછો અને તેની માગણી વધુ છે તેથી કાંદાના દરમાં વધારો થયો છે.

Reporter: admin

Related Post