નવીદિલ્હી: કેન્દ્રની NDA સરકારે બ્રૉડકાસ્ટિંગ બિલ 2024 લાવવાનું ગંભીરતા થી વિચારી રહી છે, પરંતુ આ વાત લીક થઈ જતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ પબ્લિશર્સે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સિનેમા માટે સેન્સર બોર્ડ માફક ડિજિટલ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ પ્રસારિત થાય છે તેના માટે સરકારે કન્ટેન્ટ ઈવેલ્યુએશન કમિટી બનાવવાની જોગવાઈ કરી હતી.જે બાદ ડિજિટલ કન્ટેન્ટ બનાવનારાઓએ નિયમોનું પાલન કરવાની તથા કમિટી પાસેથી સર્ટિફિકેટ લેવાની ફરજ પાડવામાં આવી હતી.બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલની અમુક જોગવાઈ સામે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ પબ્લિશર્સે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સરકાર આ બિલના માધ્યમથી ડિજિટલ કન્ટેન્ટ પર સેન્સરશીપ લગાવવામાં માંગે છે.
લોકોને ભય હતો કે બિલ લાગુ થયા બાદ તે ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારની ટીકા નહીં કરી શકે. સરકાર જે ડ્રાફ્ટ લઈને આવી હતી જેમાં ડિજિટલ અને OTT પ્લેટફૉર્મ જેવા Youtube, X (Twitter), Facebook, Instagram, Netflix, Prime Video પર પ્રસારિત થતાં કન્ટેન્ટને પણ રેગ્યુલેટ કરવાની વાત હતી. આટલું જ નહીં ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર આપતી સંસ્થાઓને ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ નામ આપવાની પણ જોગવાઈ હતી. કેન્દ્રની NDA સરકારે બ્રૉડકાસ્ટિંગ બિલ 2024 પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સરકારે કહ્યું છે કે મુદ્દે હવે વ્યાપક ચર્ચા અને વિમર્શ બાદ નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
Reporter: admin