News Portal...

Breaking News :

ગ્રીનડેવિક શહેર નજીકના જ્વાળામુખીએ લાવા ઓક્યો

2024-12-29 09:11:10
ગ્રીનડેવિક શહેર નજીકના જ્વાળામુખીએ લાવા ઓક્યો


આયર્લેન્ડ: ગ્રીનડેવિક શહેર નજીકના જ્વાળામુખીએ લાવા ઓક્યો હતો. એક વર્ષમાં સાતમી વખત જ્વાળામુખી ફાટયો હતો. એ વખતે શહેરમાં એક તરફ ઠંડી અને હિમવર્ષાનું મોજું ફરી વળ્યું હતું, 


બીજી તરફ અગનજ્વાળાએ એનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. આ જ્વાળામુખી અને તેની આસપાસના સ્થળો પોપ્યુલર પર્યટન ડેસ્ટિનેશન છે. ઘણાં દેશી-વિદેશી પ્રવાસીઓ જ્વાળામુખી નજીક જઈને કુદરતી સૌંદર્યનો આનંદ ઉઠાવે છે. અચાનક જ્વાળામુખીમાંથી લાવા બહાર નીકળ્યો હતો અને પ્રવાસીઓને હેલિકોપ્ટરની મદદથી બહાર લવાયા હતા. વારંવાર જ્વાળામુખીમાંથી લાવા નીકળે છે એટલે ગ્રીનડેવિડમાં એક દીવાલ બનાવવામાં આવી છે, પરંતુ ફેબ્રુઆરીમાં જ્વાળામુખી ફાટયો ત્યારે એ દીવાલ પણ શહેરમાં આગને પહોંચતા અટકાવી શકી ન હતી. બરફ અને આગનું મનોહર લાગતું આ દૃશ્ય ખરેખર તો બિહામણુ છે. સામાન્ય રીતે ફિલ્મોમાં વીએફએક્સની મદદથી આવા દૃશ્યો જોવા મળે છે, પરંતુ કુદરતને આવા સીન સર્જવા માટે વીએફએક્સની જરૂર પડતી નથી. એ પળ-બેપળમાં આવા દૃશ્યો સર્જી શકે છે.કેમેરામાં નવી નવી ટેકનોલોજી ઉમેરાઈ પછી અંડરવોટર ફોટોગ્રાફીનો દબદબો વધતો જાય છે. તેના કારણે પાણીની અંદરની દુનિયાના દૃશ્યો મોબાઈલની સ્ક્રીનમાં જોઈ શકાય છે. પાણીમાં વસતી સજીવસૃષ્ટિને જોવા-સમજવા માટે અંડરવોટર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બહુ ઉપયોગી થઈ પડી છે, પરંતુ ક્યારેય એ સિવાયના મજેદાર દૃશ્યો પણ એમાં ઝીલાઈ જાય છે. 


આ તસવીર એવી જ છે. અમેરિકાની સુવન્ની ઓવરફ્લો થઈ અને એનું પાણી ફ્લોરિડામાં ઘૂસ્યું. ફ્લોરિડામાં શુદ્ધપાણીના જે સરોવરો છે એમાં એ પાણી ભળી ગયું, પણ બંને પાણીએ મિક્સ થવાને બદલે પોત-પોતાની પ્રકૃતિ જાળવી રાખી. મેક્સિકોની ખાડીમાંથી આવતી સુવન્ની નદીના પાણીમાં ખૂબ કાદવ હતો, માટી તણાઈને આવી હતી. જ્યારે સરોવરો સ્વચ્છ પાણીને સાચવીને બેઠા હતા. બંનેનું પાણી ભેગું થયું ત્યારે સરોવરોએ પોતાની પ્રકૃત્તિ ન થોડી, નદીએ પોતાની પ્રકૃતિ ન મૂકી. પરિણામે બંને પાણી સ્પષ્ટ રીતે જુદા દેખાતા હતા.ચામાચીડિયું નિશાચર સજીવ છે. અંધારામાં બહાર નીકળે છે. અજવાળામાં એ બહાર નીકળતા નથી. અંધારું પડે કે ખોરાકની શોધમાં નીકળી પડે છે. આ વર્ષે મેક્સિકો, અમેરિકા જેવા દેશોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ દુર્લભ સૂર્યગ્રહણના કારણે દિવસે અંધારું થઈ ગયું. તેના કારણે ચામાચીડિયાએ ઉજાણી કરી હતી. ટેક્સાસની ફ્રીઓ ગુફા તેના ચામાચીડિયાના નિવાસસ્થાન માટે જાણીતી છે. સૂર્યગ્રહણ થયું તે દિવસે અચાનક અંધારું થયું હોવાથી અસંખ્ય ચામાચીડિયા દિવસે ગુફામાંથી બહાર નીકળ્યા હતા. આ દુર્લભ નજારો જોવા માટે ઘણાં પ્રવાસીઓ ગુફા આસપાસ આવી ગયા હતા.

Reporter: admin

Related Post