૯ જૂને મોદીજી એ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ લીધા ,જેમાં મોદી કેબિનેટે માં ૭ મહિલા મંત્રીઓને સ્થાન માંડ્યું છે .જેમાં અન્નપૂર્ણા દેવી ,શોભા કરંદલાજે , નિર્મલા સીતારમણ , રક્ષા ખડસે ,અનુપ્રિયા પટેલ , નિમુ બાંભણિયા, અને સાવિત્રી ઠાકુર નો સમાવેશ થયેલ છે .આ ૭ મહિલાઓ નો સમાવેશ મોદી કેબિનેટ માં થાય છે .
ઝારખંડથી સ્થાન મેળવનાર અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. આ પેહલા અન્નપૂર્ણા જી ને ભાજપે શિક્ષણ રાજયમંત્રી બનાવ્યા હતા અને ફરી ભરોસો મૂકી મંત્રી પદ આપવામાં આવ્યું છે તેઓ ઝારખંડ ના લોકસભા સભ્ય છે.
-શોભા કરંદલાજે મોદી સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે ચૂંટાયા છે.લોકસભા માં ત્રીજી વાર સાંસદ બનેલા શોભા કરંદલાજે મોદી સરકાર ૨.૦ માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. તેઓ ભાજપ સાથે છેલ્લા ૨૫ વર્ષ થી જોડાયેલા છે,શોભાજી એ સોશિયલ વર્કમાં ગ્રેજયુએશન અને સોશિયોલોજીમાં MA કર્યું છે. શોભા કરંદલાજે મોદી સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે ચૂંટાયા છે.
- નિર્મલા સિતારામન એ ભારતના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી છે. સીતારામન ૨૦૦૬ થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ૨૦૧૦માં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત થયા હતા. સીતારમને મોદીની કેબિનેટમાં આંધ્ર પ્રદેશમાંથી જુનિયર મંત્રી તરીકે ૨૦૧૪ માં સામેલ કરવામાં આવ્યા હતા અને આંધ્ર પ્રદેશમાંથી રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
-૩૭ વર્ષ ની ઉંમરે રક્ષા ખડસે મોદી કેબિનેટ માં સામેલ થયા છે,નાની ઉમર માં સંસદ બનેલા રક્ષા ખડસે એ B.Sc સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.
-રાજકારણ માં અનુપ્રિયા પટેલ તેમના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઉત્તર પ્રદેશના રાજકારણમાં યુવા મહિલા છે જેઓ પણ મોદી ની કેબિનેટ માં સામેલ છે .
-ગુજરાત ભાવનગરના સાંસદ નિમુબેન રાજકારણી હોવા સાથે એક કાર્યકર પણ છે. ચૂંટણી લડતા પહેલા તેઓ મેયર હતા.તેઓએ સાડા ચાર લાખ મતો થી પ્રતિસ્પર્ધી ને હરાવ્યા હતા તેઓ તળપદા કોળી સમુદાય માંથી આવ્યા છે .
-સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો આદિવાસી સમાજ માંથી આવ્યા છે ,તેમને ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી પંચાયત થી લઇ સંસદ સુધી ની સફર કરી છે ,ફરી તેઓ સંસંદ ની પદવી હાંસલ કરી છે.ધાર લોકસભા બેઠક પર થી જીતી આવેલા નેતા હવે મોદી કેબિનેટ માં સામેલ થશે
Reporter: News Plus