News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની ટીમ દ્વારા દિલ્હી ( NCERT ) ની મુલાકાત લેવામાં આવી.

2025-04-03 10:47:42
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની ટીમ દ્વારા દિલ્હી ( NCERT ) ની મુલાકાત લેવામાં આવી.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની ટીમ દ્વારા દિલ્હી ખાતે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિદ્યભાઇ દેસાઈની અધ્યક્ષતામાં ભારત સરકારની શિક્ષણની સૌથી મોટી સંસ્થા એવી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ National Council Of Educational Research and Training ( NCERT )  ( NCERT) ની મુલાકાત લીધી. 


આ સમગ્ર મુલાકાતનું વડોદરાના માન. સાંસદ  ડૉ. હેમાંગ જોશી ના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર અને તમામ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ સંદર્ભે હંમેશા નવીન પ્રવાહો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો થતા રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ નું અમલીકરણ ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ સમિતિની ટીમ દ્વારા એન.સી.ઈ.આર.ટીની મુલાકાત લઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પણ તમામ શાળાઓમાં NEPનું ઇમ્પલિમેન્ટેશન ખૂબ ઝડપથી બને તેમ જ તેની સાથે તમામ આચાર્યઓ અને શિક્ષકોને પણ તે બાબતમાં માહિતગાર કરી શકાય તે માટે આ મુલાકાત વિશેષ અગત્યની સાબિત થઈ શકશે. 


આ મુલાકાત દરમિયાન શિક્ષણ સમિતિના તમામ સભ્ય ને ડૉ. પી. કે. રાવ, કો ઓર્ડીનેટર એન.સી.ઈ.આર.ટી દ્વારા ખાસ એન.સી.ઈ.આર.ટી ના કાર્યો વિશે પણ માહિતગાર કરવામાં આવેલા હતા. જેમાં NCERT ની વિવિધ પેટા સંસ્થા CIET, ICT Lab, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, HP / VR Lab ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વડોદરા શહેરની શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ- શિક્ષકોની હાજરી, શૈક્ષણિક ગુણવત્તા, આધાર ડાયસ વગેરે જેવી બાબતોનો રિપોર્ટથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યશ્રીઓ દ્વારા દિલ્હી ખાતે નિર્માણ પામેલ નવીન સાંસદ ભવન, જુના સાંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રવાસ દરમિયાન વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડૉ. હેમાંગ જોશી સતત શિક્ષણ સમિતિની ટીમ સાથે રહ્યા હતા.

Reporter:

Related Post