વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ફેકલ્ટીના જ એક અધ્યાપક સામે સતામણીની ફરિયાદ યુનિવર્સિટી સત્તાધીશોને કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.
આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ અધ્યાપક આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીએ ફેકલ્ટી ડીનને અધ્યાપક દ્વારા છેલ્લા કેટલાય સમયથી સતામણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરી હતી.આ ફરિયાદ યુનિવર્સિટી હેડ ઓફિસમાં મોકલવામાં આવી હતી.
Reporter: admin