News Portal...

Breaking News :

સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જનજાગૃતી લાવવા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વવારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.

2024-08-02 14:32:33
સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જનજાગૃતી લાવવા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વવારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.


પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, દ્વવારા વડોદરા જીલ્લામા બનતા સાયબર ફ્રોડ વિશે સામાન્ય જનમાણસમા જાગૃતી આવે અને ખોટી રીતે છેતરાય નહીં એ માટે જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.



ખોટી લાલચમાં આવી બનતા બનાવો વિશે જાણ કરવા પોલીસ કોઈ ને કોઈ માધ્યમથી લોકોને જાગૃત કરતા હોય છે. ગ્રામ્યજન છેતરાય નહી તે માટે બનતા બનાવો વિશે માહીતગાર કરવા સમયાંતરે કાર્યક્રમો યોજવા તથા દૈનીક સમાચાર પત્રોના માધ્યમથી સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને જો કોઈ ભોગ બન્યું હોય તો  શુ કરવુ જોઈશે તે માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી. જેમાં સૂચના આપવામાં આવી જેમા બી.એચ. ચાવડા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરાના નજીક ના વિસ્તારો,વડોદરા શહેરના પ્રેસ મીડીયાના મિત્રોને પોતાની કચેરીએ આમંત્રિત કરી, સાયબર ફ્રોડથી કઇ રીતે બચાવ કરી શકાય અને સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઇ રીતે હેલ્પ લાઇન ૧૯૩૦ નો ઉપયોગ કરી પોતાના નાણા પરત મેળવી શકે છે તેની સંપૂર્ણ વિગત આપી અને હાલમા જે પ્રકારના સાયબર ફ્રોડ બનતા હોય છે તેની જાણ કરવામાં આવી અને જો કોઈની સાથે બનાવ બન્યો હોય તો તેનાથી બચવાના ઉપાયો અંગે વિગતવારની માહિતી પ્રેસ માધ્યમથી આપી.


આ સિવાય પોલીસે એકાઉન્ટ ફ્રિઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકાર રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પણ નાણાંકીય બોજો ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનુ એક મહત્વપુર્ણ પ્રથમ પગલુ છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોકકસ રકમનેજ ફ્રિઝ કરાશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યકતિઓ તથા વેપાર ધંધા સાથે સંકળાયેલા પ્રામાણીક નાગરીકો પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે. જેઓ આખું બેંક ખાતુ લોક થઇ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

Reporter: admin

Related Post