વડોદરાના ફતેગંજ બ્રિજ પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.આ અકસ્માતની ઘટનામાં પેરોલ પર છૂટેલા આરોપી યુવકે જીવ ગુમાવ્યો છે. ઓવર સ્પીડ બાઈક હંકારવાના કારણે અકસ્માત સર્જાયો હતો.
બાઈક રાઇડિંગના શોખીન યુવાનો મામલે લાલબત્તી સમાન કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. પેરોલ પર છૂટેલા આરોપી યુવક માટે ઝડપની મજા મોતની સજા પુરવાર થઈ. ફતેગંજ બ્રિજ પર ઓવર સ્પીડ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો. બાઈક ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા સતીષ પઢિયાર નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
મૃતક સતીષ પઢીયાર હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો. 6 થી 21 જુલાઈ સુધી પેરોલ પર રજા લઈ ઘરે આવ્યો હતો. બાઈકની સ્પીડ વધુ હોવાથી સ્ટેરીંગ પર કંટ્રોલ ન કરી શક્યો. જેના કારણે આખરે તેને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો. ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
Reporter: News Plus