News Portal...

Breaking News :

કપડાં કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગથી તમામ સામાન બળીને ખાખ

2025-05-05 18:56:49
કપડાં કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગથી તમામ સામાન બળીને ખાખ


વડોદરા : ગરમીની શરૂઆત થતા શહેરમાં અનેક આજના બનાવો જોવા મળતા હોય છે ત્યારે વડોદરા શહેર જ્યુબેલી બાગ ખાતે આવેલ એચ એસ રંગરેજ કપડાને કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગથી તમામ સામાન બળીને ખાક થઈ ગઈ હતી.



ગેસ લાઇન ની પાઇપ લીકેજ થવાના કારણે આગ લાગી હતી સાથે જ આજુબાજુ પડેલા કપડા ના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને દુકાનમાં રહેલ તમામ કપડાઓ અને ફર્નિચર બનીને ખાસ થઈ ગયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી. કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા સબ નસીબે કોઈ જાનહાની થયેલ નથી.

Reporter: admin

Related Post