વડોદરા મહાનગરપાલિકાના મેયર અને ચેરમેનના અધ્યક્ષ સ્થાને ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 2 ની સંકલનની બેઠક મળી હતી. જેમાં વિસ્તારના કામોના આયોજનને લઈને કોર્પોરેટર,વોર્ડપ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વડોદરા મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે પરંતુ તેમાં સમસ્યાઓ અનેક છે. જેથી મેયર પિન્કી સોની અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા અલગ અલગ વોર્ડમાં સંકલન ની બેઠક યોજવામાં આવે છે. જેમાં વિસ્તારના કામોને લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. મંગળવારના રોજ મહાનગર પાલિકાના ઉત્તર ઝોનમાં મેયર, ચેરમેન અને મેયરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.જેમાં વિસ્તારમાં દૂષિત પાણી, રોડમાં પેચ વર્ક, સ્ટ્રીટ લાઈટ, નવીન આયોજન અંગે કોર્પોરેટર સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સૂચના આપવામાં આવી.
અધિકારીઓ કોર્પોરેટરને સહકાર આપે તેવી પણ ચેરમેને અધિકારીઓને સુચના આપી હતી. વિસ્તારમાં જે કોન્ટ્રાક આપવામાં આવ્યા છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બરાબર થાય તેવી પણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. વિસ્તારમાં ઓપન સ્પોર્ટ નાબૂદ કરો,જેમાં આઠ જેટલા ઓપન સ્પોર્ટ ઓછા કરવામાં આવ્યા છે આગામી સમયમાં પંદર થી વધુ ઓપન સ્પોર્ટ નાબૂદ કરવામાં આવશે. બેઠક માં સ્વછતા અંગે પણ ભાર આપવામાં આવ્યો હતો. બેઠક બાદ કોર્પોરેટર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Reporter: admin