જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે ચારેય આતંકીઓ ચિન્નીગામમાં એક કબાટમાં બંકરમાં બનાવીને તેમાં છુપાયા હતા.

હવે સુરક્ષા દળો અને એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આતંકવાદીઓને છુપાવવામાં સ્થાનિક લોકોનો પણ હાથ હતો કે કેમ? સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કબાટમાંથી પ્રવેશવાનો રસ્તો હતો અને અંદર એક સંપૂર્ણ બંકર બનાવવામાં આવ્યું હતું.જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા.
આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતની સંયુક્ત દળોએ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાને શોધીને તેને નષ્ટ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સફરજનના ગીચ બગીચામાં સ્થિત એક મકાનમાં છુપાયેલા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. એન્કાઉન્ટર શરૂ થતાં જ સેનાના એક જવાનને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અહીં, કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે વધુ એક અથડામણ થઈ. બંને જગ્યાએ ચાલી રહેલી ગોળીબારીમાં 6 આતંકીઓ માર્યા ગયા અને બે જવાન શહીદ થયા છે.
Reporter: News Plus