બલિયા : ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં દબાણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન બલિયામાં ભાજપ કેમ્પ કાર્યાલય પર જ મંગળવારે બુલડોઝર ફરી ગયું હતું.
નગર પાલિકાની ટીમે કાર્યાલય પર બુલડોઝર ચલાવી દીધું, કારણકે કથિત રીતે તેને પાલિકાની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. દબાણ હટાવો અભિયાનની ટીમ ચિત્તુ પાંડે વિસ્તારના ઇન્દિરા માર્કેટ સ્થિત ભાજપ કેમ્પ કાર્યાલય પર પહોંચી અને બુલડોઝરથી કાર્યાલયને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું. રાજેશ કુમારે બુલડોઝરની કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું કે, દબાણને નિયમિત કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે.
તંત્રની આ કાર્યવાહીની સ્થાનિક ભાજપ નેતાઓએ ટીકા કરી છે. ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સિંહે આ કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું કે, 'આ કાર્યાલય લગભગ ચાર દાયકાથી ત્યાં હાજર હતું. તંત્રએ અમારા કાર્યાલયને ખોટી રીતે નિશાનો બનાવ્યું છે. અને સિટી મેજિસ્ટ્રેટ દ્વારા ભ્રષ્ટાચાર અને અપ્રાણિકતાનું ખૂબ જ નિરાશાજનક કામ છે.'
Reporter: admin