ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલે મધ્ય ગુજરાત વડોદરામાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રથમ કેસ સફળતા પૂર્વક પાર પડ્યો અને આ ક્ષેત્રમાં અગ્રણી હોવાના એક સીમાચિહ્નરૂપે પહેલ કરી.
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા, શહેરમાં પૂરની પ્રતિકૂળ સ્થિતિ અને વાહનવ્યવહારની મર્યાદા હોવા છતાં સફળતા પૂર્વક પૂરી કરી. ૨૯મી ઑગસ્ટ ૨૦૨૪: વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હૉસ્પિટલમાં ૭૫ વર્ષીય પુરુષેને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ અંગોનું દાન કર્યું જેના કારણે ત્રણ જીવોને જીવનદાન મળ્યું. ૨૪મી ઓગષ્ટ ૨૦૨૪ના દિવસે દર્દીને (વિનંતી પર નામ જાહેર કરેલ નથી) ઉબકા, માથાનો દુખાવો, ભાન અને ચેતનનો અભાવ અને કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક એમઆરઆઈ કરવામાં આવ્યું હતું જે દર્શાવતું હતું કે દર્દીને મહત્વપૂર્ણ ભાગો સાથે સંકળાયેલા મગજમાં હેમરેજ થયું હતું. તેને ઈમરજન્સી સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા અને પછી વેન્ટિલેટર પર સ્વસ્થ થવા માટે આઈસીયુમાં રાખવામાં આવ્યા. કમનસીબે, તેમનો પ્રતિભાવ સંતોષકારક ન હતો અને તેમની ગંભીર સ્થિતિ સંબંધીઓને સમજાવવામાં આવી હતી. ૨૭મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેમને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડ કમિટી અને તેના નિયમો પ્રમાણે, તેમજ દર્દીના પરિવાર સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે તેમની છેલ્લી ઈચછા હતી કે તેમના અંગોનું દાન કરવામાં આવે જેથી બની શકે એટલા લોકોના જીવ બચાવી શકાય. દર્દીના પરિવાર તરફથી ઔપચારિક સહમતી મળ્યા પછી, તબીબી તપાસ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે તેનું લિવર અને કિડની દાન કરી શકાય એવી સ્થિતિમાં છે. દવાખાનામાં બે અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. જ્યાં લીવર એક ૫૩ વર્ષના પુરૂષને આપવામાં આવ્યું હતું જે છેલ્લા ૮ વર્ષથી ક્રોનિક લિવરની બિમારીથી પીડાતા હતા, અને એક કિડની ૫૦ વર્ષની મહિલાને આપવામાં આવી હતી જે CKD થી પીડિત હતી અને લાંબા સમય સુધી ડાયાલિસિસ પર હતી. બીજી કિડની અમદાવાદ શહેરની હોસ્પિટલમાં દાન કરવામાં આવી હતી.
વડોદરામાં આરોગ્ય ક્ષેત્રે અગ્રણી તરીકેનો પોતાનો વારસો પુનઃસ્થાપિત કરીને, ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલે એક સાથે બે અંગોને ટ્રાન્સપ્લાન્ટ કર્યા જેમાં, મધ્ય ગુજરાત (વડોદરા)માં પ્રથમ વખત લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ આ મેરેથોન દોડ જેવી સર્જરી ૨૯મી ઓગષ્ટ ૨૦૨૪ના પ્રારંભિક કલાકોમાં લગભગ ૧૪ કલાકમાં પૂરી કરી.આના પર ટિપ્પણી કરતા, શ્રી રવિ હિરવાની, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ એ કહ્યું, શહેર પૂરનો સામનો કરી રહ્યું હતું અને આખા શહેરમાં લગભગ દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાના અહેવાલો હતા.આવી સ્થિતિ છતાં તમામ સંસાધનો તાત્કાલિક ધોરણે અડધી રાત્રે એકત્ર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં થોડો પણ વિલંબ ન થાય અને ડોક્ટરો સમારસર પહોચી શકે તે માટે એમને ટ્રેક્ટર દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. સાથે સાથે, દાતાનું રક્ત જૂથ O- હતું જે તેના અનન્ય લક્ષણો ધરાવે છે અને અંગને અનુકૂલિત કરવા માટે લેનારના જૂથ સાથે મેળ ખાતું હોવું જરૂરી હોય છે. આ ગૂંચવણો દર્દીની સારવાર અને તબિયતને કેન્દ્રમાં રાખીને ખુબજ ઝીણવટથી હાથ ધરવામાં આવી.આવા હિંમતભર્યા, ઉમદા નિર્ણય માટે અમે દાતાના પરિવારના આભારી છીએ અને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ સક્ષમ કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જે ડૉક્ટરોને આવી જટિલ શસ્ત્રક્રિયાઓ સંપૂર્ણ ચોકસાઈથી કરવા માટે સક્ષમ બનાવે છે.”
Reporter: