.
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા અને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, ક્રાફ્ટ અને શૈક્ષિણક પઝલ સોલ્વીંગમાં મહારથ મેળવીને વર્લ્ડ રેકોર્ડ કરનાર સાથે પોતાને મળતાં માસિક પેન્શન મનોદિવ્યાંગ સંસ્થાનાં બાળકોને દાન કરનાર હેત્વી ખીમસુરિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માન થયું હતું. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આ દીકરી હેત્વી વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું ગર્વ છે.કુ. હેત્વી ખીમસુરીયા કાંતિભાઈ ખીમસુરિયા અને લીલાબેનનું એક માત્ર સંતાન છે. તેણીના પિતા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કુ. હેત્વી પણ આ જ શાળામાં ધો. ૯માં અભ્યાસ કરે છે. જયારે તેમની માતા લીલાબેન એ પોતાની સરકારી નોકરી છોડી દીધી છે. કારણ કે હેત્વી ૫ વર્ષે બેસવા શીખી અને ૬ વર્ષ વસ્તુ પકડતા શીખી હતી. ૫ વર્ષ સુધી હેત્વી એક અમિબા જેવી હતી. પરંતુ તેના માતા અને પિતાનાં પ્રયત્નોથી હેત્વી આજે રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી તેનાં માતા-પિતાની ધીરજ અને બલિદાનનું અનેરું ફળ આપ્યું છે. આજે તેના માતા પિતા ગર્વથી કહે કે હેત્વીનાં માતપિતા થવું તે અમારુ સૌભાગ્ય છે.
ગંભીર રોગથી પીડિત હેત્વી બોલવા અને ચાલવામા અસમર્થ હોવા છતાં અથાક પ્રયત્નો થકી રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય સિદ્ધી સ સિવાય કુ. હેત્વી ખીમસુરીયાએ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડીયા બુક ઑફ રેકોર્ડ, બ્રેવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ૨૦૨૩માં ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને ૫૦ શૈક્ષણિક પઝલ ઉકલીને ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દીકરી તરીકે નામ અંકીત કર્યું હતું.ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ ૨૦૨૩માં કલાના ક્ષેત્રમાં મહત્તમ પ્રમાણપત્રો મેળવ્યા બાદ બ્રેવો ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ૨૦૨૩માં 'વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્યો ધરાવનાર સી.પી. ગર્લ' (ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ સામન્ય જ્ઞાન જાણકાર) તરીકે નામ અંકિત કર્યું હતું. લંડન બૂક ઓફ વર્લ્ડરેકોર્ડ ૨૦૨૩ માં ૧૦૦ શૈક્ષિણક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સીપી ગર્લ તરીકે નામ અંકિત કરેલ છે.વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે પ્રશસ્તિ પત્ર મેળનાર પ્રથમ મનોદિવ્યાંગ ગુજરાતનાં આરોગ્ય મંત્રીનાં હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું. ૭૫ ટકા દિવ્યાંગતા હોવા છતાં ૧૨૫ જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. વધુમાં પોતાની કળા થકી માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં દેશનાં રાષ્ટ્રપતિ,વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ,મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી,શિક્ષણમંત્રી,રમત ગમત તેમજ ગૃહમંત્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું છે. હેત્વી પોતાની એક યુ- ટયુબ ચેનલની માલિકી ધરાવે છે. Special Child Education Activity Hetvi Khimsuriya' ચેનલમાં ક્લાના વીડિયો અપલોડ કરીને ગુજરાતની 30 જેટલી શાળાઓમાં તેનાં વીડિયો બતાવીને બાળકોને કલા તરફ વાળ્યા છે. ભારતની ૭૦ જેટલી આર્ટ ગેલેરીમાં તેનાં ચિત્રો અને ક્રાફટનું પ્રદર્શન કરી ચૂકી છે. *હેત્વી 6 વર્ષ સુધી કોઈ વસ્તુ પકડતી નહોતી પરંતુ જ્યારે તે વસ્તુ પકડતા શીખી ત્યારે તેને રમકડાં આપ્યા ત્યાં બાદ તેને શૈક્ષિણક પઝલ આપવા લાગ્યા .હેત્વી પઝલના લીધે હાથમાં ગ્રીપ આવી.હેત્વીના માતા લીલાબેન ચિત્ર ,ક્રાફટનો શોખ હતો હેત્વીને પેન્ટબ્રશ પકડતા શીખ્યું.ત્યારબાદ દૈનિક 10 ચિત્રમાં રંગપૂરણી કરવાની, 2 ક્રાફટ અને 20 જેટલી પઝલ સોલ્વ કરવાની અને શૈક્ષણિક જ્ઞાન શીખવાનું.માતાપિતાએ હેત્વી શિખાડવાનાં કાર્યનું વિભાજન કર્યું માતા કલા અને પિતાએ શિક્ષણ અને રમતો શીખવવી.હેત્વીનાં માતાપિતાએ કોઈ દિવસ વિચાર્યું નથી હેત્વી સામાન્ય બાળક જેવી નથી પરંતુ હેત્વીમાં શું ખાસ છે અને તેને શું નવું શીખવ્યું એ વિચાર રાખ્યો. હેત્વીને હવે રમતમાં પણ આગળ જવાનો પ્રયત્ન કરે છે આ વર્ષે વડોદરા જીલ્લા કક્ષાએ સ્પેશયલ ખેલ મહાકુંભ બૉચી રમતમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યુ . હેત્વીને માત્ર એક્ટિવ રાખવી તે તેના માતાપિતા ધ્યેય છે.રમતમાં આગળ જવાની તૈયારી કરી રહી. તેના માતાપિતા આ બાળક પાછળ ઘણું બધુ સહન કર્યુ છે હેત્વી હજી સુધી ખેંચ આવે છે તેના એક પગમાં સાત વાર ફેક્ચર થયું છે તેનાથી તે ચાલી શકતી નથી.હેત્વીનો જન્મ થયા બાદ સમાજનાં ઘણા લોકો તેના માતાપિતા કહેતા હતા આ શું કરશે, આનું શું કરશો, આને કોઈ સંસ્થા મૂકી દેવી પરંતુ તેના માતાપિતાની હેત્વીને જ ઈશ્વરની ભેટ માનીને તેને પ્રેમ કરવા લાગ્યા. હેત્વીનાં માતાપિતા એ ઘણું બધુ સહન કર્યુ છે આર્થિક, સામાજિક, પારિવારિક બાબતો પરંતુ તેના માતા પિતાનો એક જ લક્ષ્ય છે હેત્વીને આવા બાળકો માટે પ્રેરણા બનાવી.
Reporter: admin