સમગ્ર ભારત દેશમાં દર વર્ષે ૧૪મી એપ્રિલના દિવસને અગ્નિશમન દિન અથવા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે જે અંગ્રેજીમાં નેશનલ ફાયર ડે તરીકે પણ ઉજવાય છે જેમાં આજથી ૮૦ વર્ષ અગાઉ આઝાદી પહેલા વર્ષ ૧૯૪૪ માં ૧૪ એપ્રિલના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ સ્ટીકન નામના વિશાળ માલવાહક જહાજમાં અકસ્માતે ભયાનક આગ લાગી હતી જે માલવાહક જહાજમાં રૂની ગાંસડીઓ,વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલી હતી જેમાં અકસ્માતે ભીષણ આગ લાગવાની ઘટના બનતા મુંબઈ અગ્નિશમન સેવા દળના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી આગ ગોલવાની કામગીરી કરતા હતા ત્યારે અચાનક જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે વિસ્ફોટ થઈ આગ ફેલાતા મુંબઈની અગ્નિશમન સેવા દળના ૬૬ જેટલા કર્મચારીઓ આ ભીષણ અને ભયાનક આગની જ્વાળાઓમાં લપેટાઈ વીરગતિ પામી શહીદ થયા હતા.
જેમાં દર વર્ષે ૧૪મી એપ્રિલે આ ૬૬ જેટલા અગ્નિશમન સેવાદળના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી તમામ દેશભરના અગ્નિશમન સેવાદળના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે જે અંતર્ગત આ તમામ ૬૬ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ સહિત જાહેર જનતાને આગથી બચવાના ઉપાયો બતાવતા કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલવાના કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત આજે હાલોલ નગરપાલિકાની અગ્નિશમન સેવા દળની ટીમના કર્મચારીઓએ વડોદરા રોડ ખાતે આવેલ ફાયર સ્ટેશન ખાતે આ તમામ વીરગતિ પામેલ ૬૬ અગ્નિશમન સેવા દળના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સહિતનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તમામ કર્મચારીઓએ નતમસ્તકે તમામ ૬૬ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી તેઓની વીરગાથાને યાદ કરવામાં આવી હતી જે બાદ હાલોલ નગરના રાજમાર્ગો પર અગ્નિશમન વાહનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ અને હાલોલના નગરજનોને આગથી બચવાના ઉપાયો અંગેની જાગૃતિ ફેલાવવા માટેની કામગીરી કરાઈ હતી
જેમાં આ કાર્યક્રમમાં હાલોલ અગ્નિશમન સેવાદળની ટીમના સબ ફાયર ઓફિસર મોઈન શેખ અને હરેન્દ્રસિંહ સહિત તેઓની ટીમના કર્મચારીઓ વાય.કે.પટેલ,જયેશ કોટવાળ,નિકુલ પરમાર,રાજનસિંહ સોલંકી,રાકેશ બારીયા,ધર્મેન્દ્રસિંહ સોલંકી,યશપાલસિંહ પુવાર સહિત તાલીમ લેનાર યુવાનોની ટીમ જોડાઈ હતી અને તમામ લોકોએ ભેગા મળી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરી હતી.
Reporter: