ગાંધીનગર : પોષણ માસની ઉજવણી ના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના તમામ શિક્ષકો સાથે પોષણ માસ અંગે જાણકારી આપવામાં આવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે. સહી પોષણ-દેશ રોશન’ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે.દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાનશ્રીએ ૨૦૧૮માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી.
દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની ૭મી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, 'પોષણ ભી પઢાઈ ભી' અને પૂરક આહારની થીમ સાથે થવાની છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ મહા અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ જનસમુદાય સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી.
Reporter: admin